Gujarati Status, Gujarati Whatsapp Status, Gujarati Shayari

એક તલ ઓછો પડ્યો ચોકી કરવા રૂપની;
હવે એમના ગુલાબી ગાલે એક બે ખીલ છે.
છેક એવું ય નથી કે એમને કોઈ દિલ નથી;
એઓ છે જ એવા,દિલથી થોડા સંગદિલ છે......

 **************************************

 ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,
કાં પછી સવઁસ્વ ત્યાગી બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે,
છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!


 **************************************

 ડાબા હાથે કરી દીધું મેં તો દિલ નું દાન કારણકે…
જમણા હાથની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન...


 **************************************

 મોટાઈ એમજ નથી મળતી સાહેબ,
નાના માણસોને પણ માન આપવું પડે છે.
સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ
હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે...


 **************************************

 પ્રેમ પુરુષ ની જિંદગી નું એક સામન્ય વાક્ય છે .......
અને સ્ત્રી ની જિંદગી નું આખું પુસ્તક છે .......!!




કોઈ કહે છે કાશ્મિરના બાગમાં સાથે ફરવું એટલે પ્રેમ...
હું કહું છું,
ચૂપચાપ એકાદ ગજરો એના વાળમાં ટાંકી દેવો એટલે પ્રેમ!


 **************************************

 રીસાવાનું કારણ કદાચ એકાદ મળી જાશે તને,
પણ,
ચિંતા ના કરીશ, મનાવવાની મૌસમ બારેમાસ રેહશે..


 **************************************

  સપનુ નહી પણ રાત બદલાય છે
મંજીલ નહી પણ રાહ બદલાય છે
આશા જીવંત રાખજો વાલા
નસીબ બદલાય કે ન બદલાય
પણ સમય જરૂર બદલાય છે....


 **************************************

 અેક સ્વપ્ન સુરજ ઉગતા જ
હાથ છોડાવી
મને મુંઝાવી ચાલી ગયું.
પણ આપી ગયું અે
જીવનની હકીકત
જીવવાનો શ્વાસ
કહું અેને આનંદ કે
હ્રદયનો ધબકાર....


 **************************************
 
 મારા જ એકાંત મા હું એટલો વ્યસ્ત રહું છું,
આ દુનીયાને શું ખબર કે હું કેટલો મસ્ત રહું છું. ..


 **************************************

  સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…


 **************************************

એવું નથી કે તમે મને
ગમતા જ નથી,
પણ હું તમને ચાહી શકું
એટલી મારી ક્ષમતા જ નથી...


 **************************************

 નજર એમને જોવા માગે તો આંખની શું ભૂલ...?
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શું ભૂલ...?


 **************************************

 મેં તારા નામનો ટહુકો અહીં મારી છાતીમાં રાખ્યો છે ,
ભૂંસાવા ક્યાં દીધો છે કક્કો હજી છાતીમાં મૂકી રાખ્યો છે ;
ચાલો સૌ સાથે મળી માતૃભાષાને બચાવીએ.


 **************************************

 વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” ,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે


 **************************************

 એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું
કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ
તો શું મળે?
કવિએ સરસ જવાબ આપ્યો
રાધા, રૂક્મણી, અને મીરાં
એકસાથે મળે


 **************************************

 આંખ સાથે આંખો મળી ને સ્નેહ સાથે લાગણી ;
આ ચોમાસે અમે કરી છે, અઢી અક્ષરની વાવણી !


 **************************************

કેટલાક લોકો નું
વિધાતા એ એકલવાયું
એવું લખી નાખ્યું કે
પત્તાં રમતી વખતે પણ
રાણી નથી આવતી.


 **************************************

 * હવે તો મને એની ગલીના ઝાડ પણ ઓળખે છે,
હું પસાર થાવ ને પવન એની બારી ખોલી આપે છે!
* પ્રેમ તો એ છે કે...!!જયારે એ સાંજના મળવાનો વાયદો કરે...!!
અને હું દિવસ આખો...!! સૂરજ હોવાનો અફસોસ કરૂં...!


 **************************************

  *મંઝીલે પહોંચવું હોત તો હું તારા થી*
*વહેલા પહોંચી જાત..*
*પણ....કોઇનો હાથ છોડીને આગળ વધવું*
*એ અમારા સ્વભાવમાં નથી..!*


 **************************************

 રોજ રાહમાં હું તરસતી ભીતર સુધી
ને આંખો વરસતી સમયાન્તર સુધી
જે સંબંધના શ્વાસ છે તારા હાથમાં
એને ઓક્સીજન પર હું ટકાવું ક્યાં સુધી?..દીપા સેવક.


 **************************************

 કૃપા તારી બધા પર એકધારી રાખજે ઇશ્વર
હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઇશ્વર
નવા ફૂલો છે ભરબપ્પોર માં ઝાકળ ને ઈચ્છે છે
તું તારી ગોઠવણ જુંની સુધારી રાખજે ઇશ્વર
કવિ: ગૌરાંગ ઠાકર


 **************************************
 
 તુ માત્ર whatsapp મા block કરી શકીશ,
હ્રદય મા block કરવાનુ option નથી


 **************************************

 તમારી જ વાતો,તમારા વિચારો
નથી કાંઇ બીજું વ્યસન જિંદગીને,
નથી એકલું કંઇ દરદ જાન લેતું,
ઈલાજો કરે છે ખતમ જિંદગીને!!!


 **************************************

 તરવું છે અહી સાગર જેટલું,મારો સંગ લઈને,
ને ઝરણાંના વહેણમાં આંખો ભીંજવતા રહેશો..?
-ઇન્દ્રજીતસિંહ વાઘેલા


 **************************************

 ક્યારેક એ વિચારી ને રોવાઈ જાય છે,,
જેને સમજુ હું મારા, એ જ કેમ ખોવાઈ જાય છે..!!


 **************************************

 પોતાને પ્રાપ્ત થયેલા રોટલામાંથી
માણસ જ્યારે કોઇ અજાણ્યા માણસને
આપવા માટે પોતાનો રોટલો ભાંગે છે,
ત્યારે સમગ્ર માનવતા સુગંધમય બને છે


 **************************************

 ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
- બરકત વિરાણી "બેફામ"


 **************************************

 લાજ કાઢો, લટ ઉલાળો, કામણના કરો વાર,
એક નહિ રે, વારંવાર, કરવો છે તમને પ્યાર.
- જનક દેસાઈ


 **************************************

 જ્યાં પ્હોંચવાની ઝંખના વરસોથી હોય, ત્યાં
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય,
ને એ જ હોય પગની તળે એમ પણ બને.


 **************************************

 ક્યાંથી સમજાય એને મારી વ્યથા...
હું મૌન રહી રડું ને એ શબ્દોમાં દુઃખ શોધે...................


 **************************************

 સ્મરણ વળગી પડે ત્યારે થવા દો ચાયની ચુસ્કી,
જુના મિત્રો મળે ત્યારે થવા દો ચાયની ચુસ્કી.
નથી સાકર, નથી પત્તી, નથી પાણી, નથી એ દૂધ,
બધા એવું ભળે ત્યારે થવાદો ચાયની ચુસ્કી.


 **************************************

 " પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર
સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સતત
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર "
( - રમેશ પારેખ )


 **************************************

 વાંધો નથી, રણમાં બે-ચાર ગુલાબને ખીલવામાં,...
ચિંતા છે, કદર કરે એવાં પતંગિયા તો આવશે ને. ...


 **************************************

 સંબંધ પર હંમેશા વિશ્વાસ નુ સ્ક્રિન ગાર્ડ લગાડેલુ રાખુ છુ..
તો પણ ન જાણે કેમ..
શંકા ના સ્ક્રેચ તો પડી જ જાય છે...


 **************************************

 જો વધુ પડતા મૃદુ સ્વભાવ વાળા થશો
તો તમારા આશ્રિતો પણ તમને અપમાનિત કરશે..(ચાણક્ય)


 **************************************

 જ્યાં સુધી શ્વાસ છે
ત્યાં સુધીનો વિશ્વાસ છે
નિશ્ચિંત બની ને જીવું છુ કારણ કે
માઁ મેલડી ના આશીર્વાદ આસપાસ છે....!!


 **************************************

 જ્યાં લગી આભને માથે ઝબૂકશે ચંદ્ર,સુરજ ને તારો રે..
તારો મને સાંભરશે સથવારો રે..તારો મને સાંભરશે સથવારો રે..!( અવિનાશ વ્યાસ )


 **************************************

 એક હતી ચા....
અને એક હતો બિસ્કીટ...
આગળ ના પૂછશો શું થયું...
ડૂબી ગયો બિચારો ચા ના પ્રેમમાં..


 **************************************

  કોઇને જોતા જ ધબકારો ચૂકી જવાય કે ભાન ભૂલી જવાય તે પ્રેમ નથી,
પરંતુ સંપૂણઁ સભાનતા અને સ્વસ્થતાની વચ્ચે પણ ખેંચાતા જવાય તે પ્રેમ છે....

 **************************************

 જીંદગી, તું એક એવી કવિતા છે….
કે જેને …
લખ્યા પછી ભૂંસવા માટે,
રબ્બરના વિકલ્પમાં
જાતને ઘસવી પડે !!!


 **************************************

 જ્યારે તુ મોઢે દુપટ્ટો બાંધે છે ને ત્યારે ડાકુ લાગે છે
પણ ! ફરક એટલો જ છે ડાકુ ચપ્પુથી લૂંટે છે !.
ને તુ..આંખો થી....!!!


 **************************************

 રડતી આંખો ને હસાવનાર કોઈ નથી ,
હારી ગયેલ હેયા ને મંજિલ બતાવનાર કોઈ નથી ,
આંશુ તો દરેક આંખો માં હોય છે,
પણ તે આંશુ ને સમજનાર કોઈ નથી …..


 **************************************

 આજે દુનિયામાં કેટલું ઝેર છે
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે
મારી કબર પર લીલું ઘાસ જોઈને કહે છે કે
આને તો મર્યા પછી પણ “લીલા-લહેર” છે .


 **************************************

 બેહિસાબ મહોબ્બત નો એક જ ઉસુલ છે,
તું મળે નાં મળે... પણ તું હર હાલ માં કબુલ છે..


 **************************************

 ઈન્સાનિયત દિલ મેં હોતી હૈ, હૈસિયત મેં નહીં...
ઉપરવાલા કર્મ દેખતા હૈ, વસિયત કો નહીં...!


 **************************************

 સાબિતી તો ઈશ્વર ને પણ આપવી પડે છે.....
તેથી જ મંદિર પર ધજા એને પણ રાખવી પડે છે....

 
 **************************************

 એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર ......,
ગોપીઓ પણ નહિ આવે રાસ વગર .......,
જગત માં બનવું છે બધા ને રામ ....
પણ ... વનવાસ વગર .......


 **************************************

 હું બોલું પ્રથમ કે તું કરે પહેલ, શું રાખ્યું છે આ ખોટી ખટપટ માં,
અહંકાર નો રેઈનકોટ દુર કરી, ચાલ ને ભીંજાઈ જઈએ પ્રેમ ની વાંછટ માં.


 **************************************

 દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે..


 **************************************

 ખ્યાલ મારા સુવા દે તો સુઇ જજો
સ્વપ્નો માં પણ ચાહો તો મળી જજો
મારી પણ હાલત આવીજ કંઇક છે
હાલ મારા પણ આવી ને પુંછી જજો -શુભ રાત્રી


 **************************************

 આંખ બંધ કરીને તારૂ ચીત્ર કંડારી શકુ
તો "વિશ" ખુલી આંખે તને કેટલો પ઼ેમ કરી શકું?


 **************************************

 ઉજ્જડ બાગમાં, તારા એક બે વિચાર વહેતા કરી દીધા,
"મહેકે છે ક્યાંક રાતરાણી" લોકોને એવું કહેતા કરી દીધા....


 **************************************

 ધાયલ એ પણ હતી ને હું પણ હતો ,
ચુપ એ પણ હતી ને હું પણ હતો , તફાવત માત્ર એટલો જ હતો કે ,
બોલી એ શકતી નહતી ને બોલવાનું ભુલી ગયો .
જીતેન


 **************************************

 નથી જોવી મારે હવેથી કોઈ સવાર કે સાંજ
હા, બસ તને પ્રેમ કરવો છે સવાર ને સાંજ
- "અલ્પ" પ્રશાંત


 **************************************

 બહુ દુર સુધી જઈ અમે પાછાં વળી ગયાં
પછી તો બસ અમે તારામાં જ ભળી ગયાં
-"અલ્પ" પ્રશાંત


 **************************************

 લાગણીઓ સમજવા " શબ્દો " ની કયાં જરૂર છે ? ,
વાંચતા આવડે તો " આંખ " જ કાફી છે.


 **************************************

 હું સવાર ને પુછુ કે,
હે સવાર તું રોજ પડે તો તને વાગતું નથી.....
અરે પાગલ વાગે તો છે પણ..
ઝાકળ બનીને રડું એ કોઈને સમઝાતું નથી....


 **************************************

 આ જિંદગી પણ હવે "બજાજ-સ્કુટર" જેવી લાગે છે, .......
રસ્તા માં ક્યાંક થાકી ને અટકી જાઉં છું તો પણ,
મને "નમાવી" ને ફરી એક "કિક" મારી ને દોડાવે છે..


 **************************************

  ચાલ માન્યુ કે તું પથ્થર નથી ,
તોય તું એટલો સધ્ધર પણ નથી ,
લોકો લૂંટી જાયછે તારા મંદિર ને ,
અર્થ એનો એજ કે તુ અંદર નથી...


 

Post a Comment

0 Comments

Popular Posts